સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન દિવસના સંદર્ભે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ડોનેશન કેમ્પ દ્વારા એકત્રિત થયેલ બ્લડનો ઉપયોગ જરૂરીયાતમંદ લોકો માટે કરવામાં આવશે. સમગ્ર દેશભરમા 1 ઓક્ટોબર એટલે રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે તેની ઉજવણી કરવામાં આવે છે. જેનો હેતુ સંપૂર્ણ સ્વૈચ્છિક રક્તદાન થકી જરૂરિયાતના સમયમાં લોકોને લોહી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનો છે. લાઈફ બ્લડ સેન્ટર દ્વારા સ્વૈચ્છિક રક્તદાતાઓનું રક્ત મેળવીને જરૂરીયાતમંદ દર્દીઓને રક્ત મળી રહે નવા યુવાનો રક્તદાન કરે અને રક્તદાન માટે પ્રોત્સાહિત થાય તે પણ જરૂરી હોય જેની જાગૃતિ માટે મનોવિજ્ઞાન ભવન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ તકે ભવન અધ્યક્ષ યોગેશ જોગસણ સહિતના જોડાયા હતા.