રાજ્યમાં બિનઅધિકૃત બિયારણોનો રાફડો ફાટયો

જામજોધપુરથી રાજકોટ આવેલા ખેડૂતોએ રાજ્યમાં બિનઅધિકૃત બિયારણ વેંચાતા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. સરકારની માન્યતા ન હોય તેવા 5થી વધુ કંપનીના બિયારણોનો રાફડો ફાટ્યો હોવાનું નિવેદન આપવામાં આવ્યુ છે. જેમાં તેજા સુપર, બલરામ 15, પુસ્પા 5G, વાગડ, જંગલી, પ્રમુખ દિગજ, પિંક બોન્ડ, સુપરકિંગ સહિતની બ્રાન્ડના બિયારણો સરકારની મંજૂરી વિના વેંચાતા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. માન્યતા વિનાના બિયારણોથી ખેડૂતોને લાખોનું નુકશાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યુ છે.

ખેડૂત રાજદીપ ગોરે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના જામજોધપુર ગામના ખેડૂતો જાગૃતતા માટે લડત શરૂ કરવામા આવી છે. સરકાર દ્વારા વેચાણ કરવા માટે માન્યતા ન ધરાવતા હોય તેવા બિયારણો બજારમાં ઉપલબ્ધ છે. બિલ વિનાના બિનઅધિકૃત બિયારણો ખેડૂતોને વેચવામાં આવે છે. ખેતીવાડી વિભાગને ખેડૂતો દ્વારા લેખિતમાં જાણ કરાઈ હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. માન્યતા વિનાની બિયારણ કંપની બંધ કરાવી સખ્ત કાર્યવાહી કરવા ખેડૂતોની માગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *