પત્ની સાથે માથાકૂટ થતા રૂમનો દરવાજો બંધ કરી યુવકનો ચોથા માળેથી ઝંપલાવી આપઘાત

મોરબીમાં લીલાપર રોડ પર ઓમકાર રેસિડેન્સીમાં રહેતા અબ્દુલ રાહીદ (ઉ.26) એ ચોથા માળેથી પડતું મૂકતા તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મોરબી પોલીસે તપાસ કરતા આપઘાત કરનાર યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તે મૂળ આસામના ત્રિપુરાનો વતની હતો અને તે પત્ની સોનિયા સાથે અગાઉ અમદાવાદ રહેતો હતો, તેમજ કેટલાક સમયથી મોરબી રહેવા આવ્યો હોય કામધંધો કરતો ન હતો અને તેની પત્ની બ્યુટી પાર્લર ચલાવી ગુજરાન ચલાવતી હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં અબ્દુલને નશો કરવાની કુટેવ હોય નશો કરવા બાબતે દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેથી રૂમ બંધ કરી અંદર જતો રહ્યો હતો. ત્યાર બાદ પાછલા દરવાજેથી કૂદીને ગયો હોવાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *