વેપારી પર હિસ્ટ્રીશીટર સહિત ત્રણ શખસોનો હૂમલો

કુખ્યાત જુગારી મોસીન મોટાણી હિસ્ટ્રીશીટર પણ બન્યો હોય તેમ પોપટપરા દેવી હોલ પાછળ પરસાણાનગરના વેપારીને બોલાવી તે જુગારની બાતમી આપી રેઇડ પડાવેલ હતી કહીં ત્રણ શખસોએ પાઈપથી હુમલો કરતાં વેપારીને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.જામનગર રોડ પર પરસાણા નગર શેરી નં-01 માં રહેતાં કમલેશભાઈ ઉર્ફે ટીંકુ ગોવિંદભાઈ નેબાણી (ઉ.વ.32) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કુખ્યાત જુગારી મોશીન મોટાણી, સદામ અને જુબ્બેર ઉર્ફે રીંકુનું નામ આપી જણાવ્યું હતું કે, તે 150 ફુટ રીંગ રોડ પર ગોકુલ ધામ ખાતે કમલેશ સાયકલ સ્ટોર નામથી દુકાન ધરાવી વેપાર ધંધો કરે છે. ગત તા.22 ના રાત્રીના સવા બાર વાગ્યાની આસપાસ પોપટપરા દેવી હોલ પાછળ શેરીમા મોહસીને તેમને ફોન કરી બોલાવેલ અને તે ત્યા જતા મોહસીન મોટાણી અને ભોમેશ્વરમાં રહેતો જુબેર ઉર્ફે ટીન્કુ, સદામ ત્યાં હાજર હોય જેમાથી મોહસીને કહેલ કે, તે બાતમી આપી તા.20 ના જુગારની રેઇડ પડાવેલ છે તેમ કહીં ત્રણેય શખસોએ તેની પાસે રહેલ લોખંડના પાઈપથી હુમલો કરતાં હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ ત્રણેયે ગાળો આપી સદામે તેમની પાસેથી બળજબરીથી રૂ.8200 લઇ લીધેલ હતાં. દરમિયાન સદામને તેઓએ કહેલ કે, મારી બાઈક, મોબાઇલ ફોન જોતો હોય તો લઈ જાવ તેમ કહેલ પણ તે લઇ ગયેલ નહી અને તે દરમિયાન આસપાસમાથી માણસો આવી જતા મોહસીને કહેલ કે, હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી છૂટ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *