2 પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે ઝડપાયેલા 2 આરોપી જામીનમુક્ત

રાજકોટ શહેર એસઓજીએ બાતમીના આધારે ગ્રીનલેન્ડ ચોકડી ઓવર બ્રિજ નીચેથી બે પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે આરોપી અમરા સામા અમલીયારને ઝડપી લીધો હતો. ડીસીબી પોલીસ મથકે હથિયાર ધારાની કલમ 25(1-બી)(એ) તથા જી.પી.એક્ટ 135 મુજબના ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીને જેલ હવાલે કરાયો હતો.પોલીસ તપાસમાં અન્ય આરોપી સામાભાઈ અદીયાભાઈ ખરાડીનું નામ ખુલતા તેની પણ અટક કરી કોર્ટમાં રજુ કરવામા આવ્યા હતા. જ્યાં બન્ને આરોપીઓ વતી તેમના એડવોકેટ મારફતે જામીન અરજી કરેલ તેમાં આરોપીના વકીલની ધારદાર દલીલ અને ઉચ્ચ ન્યાયાલયના જજમેન્ટ રજુ કરતા આરોપીઓને શરતી જામીન મુક્ત કરવામાં કોર્ટે હુકમ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *