મવડી ચોકડી પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં પરેશભાઇ દામજીભાઈ સરધારા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જયસુખ ગીરધર સિતપરા, તેની પત્ની શોભાબેન, તેનો દિકરો જીત અને કિશોર ઉર્ફે લાલો પરસોતમ લીંબસીયાનું નામ આપતાં તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગત તા.22 ના રાત્રીના 10 વાગ્યે તેઓ તેના મોટાભાઇ ગોપાલભાઇ, ભાભી પારૂલબેન, પત્ની રેખાબેન સાથે ઘર પાસે શેરીમા બેઠા હતા ત્યારે તેમના સસરા પરશોતમભાઇ લીંબાસીયાને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પીટલમા સારવાર લેવાનુ કહયું હતું તેમજ સાઢુભાઈ જયસુખ વિસપરા, સાળો કિશોર ઉર્ફે લાલો લીંબાસીયા બન્ને સરકારી હોસ્પીટલમાં લઇ જવા માટે કહેતા હતા. જે બાબતે અગાઉ માથાકુટ થયેલ હતી અને તેમનો સાળો કિશોર ફરિયાદીના ભાઈ અને પત્નીને ફોનમાં ગાળો આપી હતી. જેથી તેઓને ઘરે બોલાવતા સાળો કિશોર, સાઢુભાઈ જયસુખ, તેના પત્ની શોભાબેન તથા તેનો દીકરો જીત કારમાં ઘસી આવી તેઓ ઘર પાસે બેઠા હોય ત્યારે બોલાચાલી કરી ગાળો આપવા લાગેલ હતાં.દરમિયાન તેમના સાઢુભાઇનો દીકરો જીત કારમાથી લાકડી કાઢી હુમલો કરી દેતાં શરીરે ઈજા પહોંચી હતી. તેમજ સાઢુ ભાઈ અને સાળાએ ઢીકાપાટુનો મુંઢમાર મારેલ હતો. જ્યારે તેમની પત્ની રેખાબેન અને ભાભી પારૂલબેન સાથે સાઢુભાઈના પત્ની શોભાબેને ઢીકાપાટુનો મારામારી કરી હતી. દરમિયાન આજુબાજુમા રહેતા લોકો એકઠા થતાં આરોપી નાસી છૂટ્યા હતાં. બાદમાં તેઓ અને તેમના પત્ની અને ભાઈ-ભાભીને સારવારમાં ખસેડેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.