આયુર્વેદિક શિરપની આડમાં નશાયુક્ત 73,275 બોટલો મળ્યાના ગુનામાં 1 વર્ષથી ફરાર અને ક્રિકેટ સટ્ટામાં ફરાર શખસ ઝડપાયો

રાજકોટ શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ પહેલા 73,275 આયુર્વેદિક સીરપની આડમાં નશાયુક્ત પીણાની બોટલો પકડી પાડવામાં આવી હતી અને તે વખતે રૂપિયા 73,27,500નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે, આ ગુનામાં છેલ્લા એક વર્ષથી એક આરોપી ફરાર હતો. આ આરોપી ગ્રીન લેન્ડ ચોકડી પાસે હોવાની બાતમીના આધારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 38 વર્ષિય હર્ષદ ઉર્ફે હિતેશ મગન મુંછડિયાને ઝડપી પાડ્યો હતો. જે જૂનાગઢના બિલખા રોડ ઉપર આંબેડકર નગરમાં સત્યમ શેરીમાં રહે છે. આ ઉપરાંત રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટાના ગુનામાં છેલ્લા 9 માસથી નાસતા ફરતા મૂળ દિલ્હીના અનુજકુમાર નરેન્દ્રકુમાર સુર્યાનને ઝડપી પાડયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *