વોર્ડ નં. 1માં અરિહંતનગરમાં અશાંતધારો લાગૂ કરવા કલેકટરને રજૂઆત શહેરના

જામનગર રોડ પર ડીસ્ટ્રીકટ કોર્ટ બિલ્ડીંગ પાસે આવેલ વોર્ડ નં.1ના અરિહંતનગરમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણી સાથે આ વિસ્તારના રહીશોએ આજે કલેકટર કચેરી ખાતે ઉમટી પડી આ મામલે કલેકટર તંત્રને રજુઆત કરી છે.આ બાબતે અરિહંતનગરના પ્રફુલ્લ ખંભાયતા, સચીન શીલુ, રૂષભ વ્યાસ, ધવલ ધામેચા, મનહરસિંહ ચૌહાણ સહિતના અરજદારોએ જણાવ્યુ હતુ કે શહેરના વોર્ડ નં.1ના વિકાસશીલ એવા આ વિસ્તારમાં સાતથી આઠ જેટલી સોસાયટીમાં 2,500ની વસ્તી વસવાટ કરી રહી છે.જેમાં અરિહંતનગરના રહેવાસીઓના લતામાં વિધર્મીને મકાનનુ વેચાણ કરાતા આ વિધર્મી દ્વારા લતાવાસીઓને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કરી દેવામાં આવેલ છે તેમજ આ વિધર્મી શખ્સ દ્વારા અનઅધિકૃત બાંધકામ પણ ખડકી દેવામા આવેલ હોવાની પણ ફરિયાદ અરિહંતનગરના અરજદારોએ કરી હતી.વધુમાં જણાવેલ હતુ કે વોર્ડ નં.1ના અમુક વિસ્તારમાં હાલ અશાંત ધારો અંશત: લાગુ છે ત્યારે હવે અરિહંતનગરમાં વિધર્મીને મકાનનુ વેચાણ કરાતા અને આ વિધર્મી શખ્સ દ્વારા લતાવાસીઓને માનસિક ત્રાસ આપવાનુ શરૂ કરાતા આ વિસ્તારની શાંતિ જોખમાવવાની શકયતા રહેલી હોય આ વિસ્તારને તત્કાલ અશાંત ધારા હેઠળ આવરી લેવા અરજદારોએ રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *