આઇ ખેડુત પોર્ટલ 7 દિવસ માટે ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે

ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડુતોએ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવા કરી શકે તે માટે 2024- 25 માટે આઇ ખેડુત પોર્ટલ દિન-7 માટે ઓનલાઈન અરજીઓ મેળવવામાં ખુલ્લું મુકવામાં આવશે. જેમાં ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મુલ્ય વૃધ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો -પાવર સંચાલીત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડોનો સમવેશ થાય છે. જે અંતર્ગત તા.21 થી 27 સપ્ટેમ્બર દરમિયાન સવારે 10.30 કલાકે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ એમ થઈને કુલ 11 જિલ્લાઓ માટે પોર્ટલમાં અરજી કરી શકાશે. જ્યારે તા.23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન સવારે 10.30 કલાકે અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, બોટાદ એમ થઈને કુલ ૫ જિલ્લાઓ પોર્ટલમાં અરજી કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *