રાજકોટ જિલ્લાકક્ષાની ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. જેના અનુસંધાને સપ્ટેમ્બર માસની જિલ્લા ફરિયાદ અને સંકલન બેઠક તા.21 સપ્ટેમ્બરના શનિવારે જિલ્લા કલેક્ટર કચેરીના મુખ્ય સભા ખંડ ખાતે સવારે 11 કલાકે યોજવામાં આવી હતી, જેના બદલે હવે આ બેઠક બપોરે 3 કલાકે યોજવામાં આવશે. જેની સભ્યોએ નોંધ લેવા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત ભારત સરકારે નશામુક્ત ભારત કેમ્પઇનના અમલીકરણ માટે ગઠીત ડીસ્ટ્રીકટ લેવલ નશા મુક્ત કેમ્પઇન કમિટીની બેઠક તા.21 સપ્ટેમ્બરના રોજ અધ્યક્ષ અને કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડ, ત્રીજા માળે રાખવામાં આવેલી છે. કમિટીના સભ્યોને આ તકે ઉપસ્થિત રહેવા નશા મુક્ત કેમ્પઇન કમિટી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.