ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ (iCAL), રાજકોટ ખાતે તા.9 ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ શ્રી હિમાંશુ ધર્મદર્શી, IAAS (ઇન્ડિયન ઓડીટ એન્ડ એકાઉન્ટ સર્વિસ) મહાનિદેશક (iCAL) તરીકે જોડાયા છે. નવનિયુક્ત મહાનિદેશક એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે તથા તેઓ વર્ષ 1993ની બેચના I.A.A.S. અધિકારી છે. તેઓ અગાઉ ઑક્ટોબર, 2022થી ઓગસ્ટ, 2024 સુધી ત્રિપુરા, અગરતલા ખાતે પ્રિન્સિપાલ એકાઉન્ટન્ટ જનરલ (ઓડિટ) તરીકે સેવા આપી ચૂક્યા છે, તેમ આંતરરાષ્ટ્રીય સ્થાનિક શાસન લેખાપરીક્ષા કેન્દ્રના મેહાલેખાકાર કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.