રાજકોટનાં જામનગર રોડ પર આવેલા કૃષ્ણનગરમાંથી 32 વર્ષીય પરિણીતા ગુમ થયાની ઘટના સામે આવી છે. તેણીના પતિ ગીરીરાજસિંહ વાળાએ ગાંધીગ્રામ પોલીસ મથકમાં આ અંગેની નોંધ કરાવી છે. જેમાં જણાવ્યું હતું કે, તેમના 32 વર્ષીય પત્ની જાગૃતિબા માનસિક અસ્થિર છે. ગત તા.15/8/2024ની બપોરના 1 વાગે તેઓ ઘરેથી એકલા જતા રહ્યા છે. તેમનો વાન ઘઉંવર્ણ, ઉંચાઇ 4.5 ફૂટ, અને બાંધો પાતળો છે. તેમજ કેસરી રંગની સાડી પહેરેલ છે. હાલ પોલીસે આ પરિણીતાનાં ગુમ થવા મામલે જાણવા જોગ નોંધ કરી તેણીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.