રાજકોટમાં એક વૃદ્ધનું અચાનક બેભાન થઈ ગયા બાદ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. 63 વર્ષીય દર્દી લાખાભાઈ દાનાભાઈ રાઠોડ તા. 3 સપ્ટેમ્બરે બપોરના સવા-ચારેક વાગ્યાની આસપાસ નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ રૈયા રોડ ખાતે હતા. દરમિયાન કોઈ કારણસર અચાનક બેભાન થઇ જતા સિવિલ હોસ્પિટલમાં ખસેડી લેવામાં આવ્યા હતા. જોકે, અહીં ફરજ પરના ડો. સપના મહેતાએ જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની નોંધ શરત ચુકથી બહારગામ મરણમાં લેવામાં આવી હતી. જોકે, 7 સપ્ટેમ્બર સાંજે 6 વાગ્યે ગાંધીગ્રામ પોલીસમાં આ અંગેની નોંધ કરવામાં આવી હતી.