ઉમેદવારોએ આંદોલન કર્યાના 24 કલાકમાં જ સરકારે શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરી

શિક્ષકદિને જ રાજ્યના ટેટ-ટાટ પાસ ભાવિ શિક્ષકોએ કાયમી ભરતીની માગણી સાથે ગાંધીનગરમાં ચક્કાજામ કર્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આંદોલનના 24 કલાકમાં જ એટલે કે શિક્ષકદિનના બીજે જ દિવસે સરકારે બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી જાહેર કરવાની જાહેરાત કરી છે. સરકારે કરેલી જાહેરાત અનુસાર ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકની ભરતી 25 સપ્ટેમ્બરે અને માધ્યમિકમાં 10 ઓક્ટોબરે કરાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ-ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા. 25 સપ્ટેમ્બરના રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી તા.10 ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગત તા. 1 ઓગસ્ટે આચાર્ય તેમજ ગત તા. 1 સપ્ટેમ્બરે અંદાજિત 4000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *