જ્ઞાન સહાયક, પ્રવાસી શિક્ષક જેવી છેતરપિંડી કરતી યોજના બંધ કરો

‘શિક્ષક દિન’ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સરકારી અને ખાનગી શાળાઓના શિક્ષકોની સમસ્યાઓનું સમાધાન કરીને સાચા અર્થમાં શિક્ષકોનું સન્માન કરવા રજૂઆત કરી છે.

આવેદનમાં એવી રજૂઆત કરી હતી કે, શિક્ષક એ ભાવિનો ઘડવૈયો ગણાય છે. આજે આ જ શિક્ષકોની હાલત ખૂબ જ દયનીય છે. શિક્ષકોના અનેક પડતર પ્રશ્નો અને સમસ્યાઓ છે જેનું નિરાકરણ થતું નથી. શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે ખાનગી શાળાઓના શિક્ષકોને તેમની લાયકાત અને પરિશ્રમ અનુસાર સન્માનજનક વળતર મળે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયના તમામ કામોમાંથી મુક્તિ આપવામાં આવે, સરકારી શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરી ટાટ-ટેટ પાસ બેરોજગાર શિક્ષકોને ન્યાય આપવામાં આવે, તેમજ વિદ્યાર્થીઓને પૂરતા શિક્ષકો ફાળવવામાં આવે, શાળાઓમાં બિનશૈક્ષણિક સ્ટાફ ભરીને શિક્ષકોને આ કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે, સરકારી શાળાઓમાં ચિત્ર, સંગીત, વ્યાયામ અને કમ્પ્યૂટર શિક્ષકોની ભરતી કરવામાં આવે, જ્ઞાન સહાયક યોજના અને પ્રવાસી શિક્ષક યોજના જેવી છેતરપિંડી કરતી યોજનાઓ બંધ કરવામાં આવે, જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે, ફિક્સ પેની અવિચારી યોજના બંધ કરીને શિક્ષકોને પ્રથમ દિવસથી જ કાયમી ગણવામાં આવે, વર્ષોથી અટકી પડેલી બદલીઓ તાત્કાલિક શરૂ કરી શિક્ષકોને તેનો લાભ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *