રાજકોટમાં મેળામાં ફૂડ શાખા ત્રાટકશે

રાજકોટમાં રેસકોર્સ મેદાનમાં યોજાનારા ધરોહર લોકમેળો ઉપરાંત ખાનગી મેળાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તેમાં બિનઆરોગ્યપ્રદ ખાદ્ય ૫દાર્થોનુ વેચાણ ન થાય તેમજ વેચાણ સ્થળે હાઇજીનીક કન્ડિશનની જાળવણી થાય તે અંગે સઘન ચેકિંગ કરવામાં આવશે દરમિયાન શ્રાવણ માસને અનુલક્ષીને આજે રાજકોટ મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા હાથ ધરાયેલા ચેકીંગમાં ગુણાતીત મેઇન રોડ પર આવેલી જલારામ નમકીન પેઢીમાંથી બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં રાખેલ 140 કિ.ગ્રા. પેટીસનો જથ્થો સ્થળ પર નાશ કરાયો હતો. જ્યારે ફરાળી પેટીસ, લોટ સહિતના 9 નમૂના લેવામાં આવ્યા હતા તો ફુડ લાઈસન્સ વિના વેપાર કરતા 11 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *