સાંઢીયા પુલનુ નવીનીકરણ 2 ને બદલે 5 વર્ષે થાય એવી ભિંતી, કોંગ્રેસે મ્યુ. કમિશનરને કરી રજૂઆત

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પરના વર્ષો જૂના સાંઢીયા પુલના નવીનીકરણ માટે 74.32 કરોડના ખર્ચે કામ શરૂ કરાયું છે. સાંઢીયા પુલના નવીનીકરણને લઈને હાલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફોર લેન બ્રિજ બનાવાઈ રહ્યો છે ત્યારે આ કામ લાંબા સમયથી ગોકળ ગાય ગતિએ ચાલી રહ્યું હોય એવું સ્પષ્ટ જણાય છે કારણ કે, એક બાજુથી કામ હાલ ઠપ્પ કરી દેવામાં આવ્યું છે. હાલ રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ઝોન રેલવેમાં બોમ્બે પાસેથી હાલ મંજૂરી મળી જાય પછી કામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે પરંતુ, મંજૂરી બાબતે ત્રણથી ચાર મહિના ઉપર સમય થવા છતાં હજુ રેલવે બાબુઓની આડોળાઈને કારણે હાલ તો આ પ્રોજેક્ટમાં વિઘ્ન આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *