PGVCL દ્વારા 4 દિવસમાં 90 લાખની વીજ ચોરી ઝડપી પાડવામા આવી

રાજકોટ સીટી ડીવીઝન-3 હેઠળ આવતા ખોખડદડ, વાવડી તથા મવડી રોડના વિસ્તારોમાં વિજતંત્રની 36 ચેકીંગ સ્કવોડ દ્વારા દરોડા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લોઠડા ગામ, હાઇવે પરના ધાબા તથા પીપલાણા સુધીના વિસ્તારોને કવર કરવામાં આવ્યા હતા. આ સિવાય કોઠારીયા ગામ, બાલાજી પાર્ક, સોરઠીયા પાર્ક, સુમંગલમ પાર્ક, રસુલપરા, રામનગર, મોહમ્મદીનગર, ચામુંડાનગર વગેરે વિસ્તારોને ઝપટે લેવામાં આવ્યા હતાં. વીજતંત્રના સૂત્રોએ કહ્યું કે, અનેક રહેણાંક-કોમર્શીયલ કનેકશનોમાંથી વીજ ચોરી પકડાઇ હતી અને તે પેટે લાખો રૂપિયાના બીલ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં આજે સતત ચોથા દિવસે વીજ દરોડા પાડવામાં આવ્યા હતા. સોમવારે 20 લાખ, મંગળવારે 21 લાખ, બુધવારે 26 લાખથી વધુની વીજચોરી પકડવામાં આવી છે. આજનો આંકડો ઉમેરાતા માત્ર ચાર જ દિવસમાં અંદાજીત 90 લાખની વીજચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સતત વીજ દરોડાથી વીજ ચોરોમાં ફફડાટ છે. કેટલાક વખતથી રાજકોટના જુદા-જુદા સબ ડીવીઝન વિસ્તારોમાં વીજલોસનું પ્રમાણ વધી ગયું હોવાથી મોટાપાયે ચોરીની આશંકાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *