જૈન સોશિયલ ગ્રુપ્સ ઇન્ટરનેશનલ ફેડરેશનના પનાહ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટના મોરબી રોડ પર આવેલા રતનપર ગામે શ્રીરામ મંદિર સામે કચ્છમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાતા ત્યાથી ગૌપાલકો 350 ગાય નિભાવવા રાજકોટ તરફ હિજરત કરીને અહીં આવ્યા હતા. આ ગૌમાતાને જરૂરી ઘાસચારો તેમજ મેડિકલ સહાય પૂરી પાડવા પ્રોજેક્ટ પનાહના ચેરમેન અને અંબા આશ્રિત પરિવારના નિલેશભાઇ ભાલાણીએ ઉપાડી હતી. આ કેમ્પમાં 350 ગૌમાતાને દાતાઓના સહયોગથી 40 દિવસ સુધી ઘાસચારો અને મેડિકલ સહાય પૂરી પાડી જીવદયાનું કાર્ય કર્યું હતું.
આ ઉપરાંત કરુણા ફાઉન્ડેશન દ્વારા અબોલ જીવો માટે સેવાકિય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પક્ષીઓને ચણ નાખવું, પક્ષીઓને પાણી પીવા માટે કુંડા અને માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ માટે સંસ્થાના 30થી વધુ સભ્યો પોતાની સેવા આપે છે. જે અંતર્ગત પક્ષીઓ ઘાયલ થયા હોય તો તેઓની સ્થળ પર સારવાર પણ કરાય છે.