રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના માર્ગદર્શન મુજબ આધુનિક રીતે વિકાસ કરવામાં આવ્યો છે. આ કારણે રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે એક ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજાઓ અને તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. આ વર્ષે તા. 15-8-2025થી તા. 18-8-2025 દરમિયાન પ્રદ્યુમન પાર્ક ઝૂ ખાતે કુલ 66,372 અને રામવન ખાતે કુલ 5,430 મુલાકાતીઓએ મુલાકાત લઈ આનંદ માણ્યો હતો.
અન્ય સમાચાર રાજકોટમાં આગામી તા. 20થી 28-8 સુધી પર્યુષણ પર્વ ઉજવવામાં આવનાર છે. જે નિમિત્તે રાજકોટ મનપાનાં વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા અને માંસ-મટન-મચ્છી તથા ચીકનનું વેચાણ કરવા પર મ્યુ. કમિશનરે પ્રતિબંધ મૂકયો છે. મ્યુ. કમિશનરે આ માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં જણાવાયું છે કે, તમામ સંબંધકર્તાએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે જીપીએમસી-1949ની કલમ 329 અને 336 તથા કોર્પો.ના બાયલોઝ હેઠળ ધોરણસર કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચેતવણી જાહેરનામામાં મ્યુનિ. કમિશનર તુષાર સુમેરાએ આપી છે