17 વર્ષની સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ

રાજકોટ શહેરના મોરબી રોડ પર રહેતી 17 વર્ષીય સગીરા પર લગ્નની લાલચે આંબેડકરનગરના શખસે અવાર નવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ કેસમાં શારીરિક સંબંધ બાંધતી વખતે બિભત્સ વીડિયો ઉતારી આરોપી સાગર ચૌહાણે વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં ધમકી આપીને અનેકવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. એ સાથે જ હું તારી સાથે લગ્ન નહિ કરી શકું તેમ કહી તરછોડી દીધી હતી. સમગ્ર મામલે સગીરાએ પરિવારજનોને જાણ કરતા બનાવ અંગે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, પોક્સો અને આઈટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

કચ્છના અંજારમાં ડ્રાયવર તરીકે નોકરી કરતા યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સાગર ચૌહાણનું નામ આપતાં જણાવ્યું હતું કે, મારા કાકા તેમની બે પુત્રી અને બે પુત્રો સાથે રાજકોટના મોરબી રોડ પર રહે છે. 20 જૂન, 2026ના રોજ સમાજના આગેવાન અને મારા કૌટુંબિક ફુવાનો મને ફોન આવ્યો હતો કે, તમારા કાકાની 17 વર્ષની દીકરી સાથે ખોટું થયું છે તમે અહીં આવી જાવ. જેથી મેં બનાવ અંગે પૂછતા તેમણે કહ્યું કે તમે અહીં આવી જાવ પછી વધુ વાત કરશું જેથી હું તારીખ 21 જૂનના રોજ રાજકોટ આવ્યો હતો.

બહેનપણીએ તેના પિતરાઈ ભાઈ સાથે મિત્રતા કરાવી આ પછી કૌટુંબિક ફૂવા તેમજ પિતરાઈ બહેનને બનાવ અંગે પૂછપરછ કરી હતી. ત્યારે 17 વર્ષીય સગીર બહેને જણાવ્યું હતું કે, આશરે ત્રણ વર્ષ પહેલાં ઘરની સામે રહેતી મારી બહેનપણીએ મને કહ્યું કે, મારા માસીનો દીકરો સાગર મારા ઘરે અવારનવાર આવે છે અને તને પસંદ કરે છે, તું તેની સાથે મિત્રતા કરી લે. થોડા દિવસ પછી સાગર ફરીવાર આવતા બહેનપણીએ મને તેના ઘરે બોલાવી સાગર સાથે મિત્રતા કરાવી હતી.

‘આપણે એક જ જ્ઞાતિના છીએ, મારે તારી સાથે લગ્ન કરવા છે’ વધુમાં સગીરાએ કહ્યું હતું કે, સાગર ચૌહાણ અવારનવાર મને મળીને કહેતો કે, તું મને પસંદ છે, આપણે એક જ જ્ઞાતિના છીએ, મારે તારી સાથે લગ્ન કરવા છે કહી અવારનવાર શરીરે સ્પર્શવાની કોશિશ કરતો પરંતુ મને પસંદ ન હોય જેથી હું ના પાડી દેતી હતી. ત્યારે સાગર કહેતો કે આપણા લગ્ન થવાના છે તો તું કેમ ના પાડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *