12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ પર ત્રણવાર દુષ્કર્મ આચર્યું

પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મની ઘટનામાં નવી અને ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કિશોરે છેલ્લા એકથી દોઢ મહિનાના સમયગાળામાં 3થી વધુ વખત બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.જેની જાણ બાળકીના પરિવાર અને સ્થાનિકોને થતાં 15 દિવસ પહેલાં જ આરોપી અને તેના પરિવારને સોસાયટીમાંથી કાઢી મુકવામાં આવ્યાં હતાં. પોલીસ હવે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. બાળકીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી કિશોર વયનો હોવાથી પોલીસ દ્વારા ‘જુવેનાઈલ જસ્ટિસ એક્ટ’ મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં તટસ્થ અને ઝડપી તપાસ કરવામાં આવી રહી છે. બાળકીના પરિવારને ન્યાય મળે તે દિશામાં તમામ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે.

આ ઘટનાને લઈને પોરબંદર ગ્રામ્ય Dysp સુરજીત જી. મહેદુએ જણાવ્યું કે, ગઈકાલના રોજ પોરબંદર જિલ્લા પોલીસને જાણવા મળેલ કે, ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં સાડા ચાર વર્ષની દીકરી છે, અને એ દીકરીની સાથે તેમના પાડોશમાં રહેતા 12 વર્ષના કિશોર દ્વારા કોઈપણ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવેલ છે. આ જાણકારી મળતા પોલીસ દ્વારા માતા-પિતાનો સંપર્ક કરી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ છે. આ કાઉન્સેલિંગના આધારે માતા-પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવા તૈયાર થતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *