કોકરોચ પાર્ટીને મુંબઈમાં પ્રદર્શન કરવાની મંજૂરી ન મળી

મુંબઈ પોલીસે કૉકરોચ જનતા પાર્ટી (CJP)ના 2 ઑક્ટોબરે શિવાજી પાર્કમાં યોજાનારા પ્રદર્શનને પરવાનગી આપી નથી. આ પ્રદર્શન ચૂંટણી પંચ (ECI) અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ યોજાવાનું હતું. પોલીસે હાઈકોર્ટના નિર્દેશો, BMCની પરવાનગી ન હોવા અને ટ્રાફિકને અસર થવાની આશંકાનો હવાલો આપ્યો છે.

પોલીસે એમ પણ કહ્યું કે શિવાજી પાર્ક સાઇલેન્સ ઝોનમાં આવે છે અને તેની આસપાસ રહેણાક વિસ્તારો આવેલા છે. પ્રદર્શનને કારણે ટ્રાફિક જામ અને આસપાસની હોસ્પિટલોમાં જતા ઇમરજન્સી વાહનોની અવરજવર પ્રભાવિત થવાની આશંકા છે. આયોજકોને મુંબઈમાં કોઈ અન્ય સ્થળનો વિકલ્પ શોધવાની સલાહ આપવામાં આવી છે.

દરમિયાન, CJPના સ્થાપક અભિજીત દીપકેએ કહ્યું- નાગરિકોના અવાજને દબાવવાના આવા પ્રયાસો સ્વીકાર્ય નથી. જો અમને પ્રદર્શન કરવાના અધિકારથી વંચિત રાખવામાં આવશે, તો CJP ગાંધી જયંતિના દિવસે મુંબઈમાં જેલ ભરો આંદોલન શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *