10 ગુંઠા જમીનનું પણ ખરીદ-વેચાણ થઈ શકશે

રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું છે. ગુંઠા જમીન એટલે 1,089 સ્કે. ફૂટ થાય, તેથી 10 ગુંઠા જમીન હોય તો 10,890 સ્કે. ફૂટ થાય.

જ્યારે 135-ડીની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં 30 દિવસનો પિરિયડ હતો, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. વિવાદ ન હોય તો જમીન-મકાનની એ જ દિવસે વેચાણની ‘પાકી એન્ટ્રી’ થશે.

રાજ્ય સરકારે આઝાદી પછી પ્રથમવાર 75 વર્ષ જૂના ‘ટુકડા ધારા-1947’માં ધરખમ સુધારા કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ હવે રાષ્ટ્રપતિની મંજૂરી મળતા જ રાજ્યમાં નવા સુધારાઓ લાગુ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *