હોર્મુઝ પછી હવે બીજા ઓઈલ રૂટ પર સંકટ

હોર્મુઝ સ્ટ્રેટ પછી હવે વધુ એક દરિયાઈ ઓઇલ રૂટ બાબ અલ-મંદેબ સ્ટ્રેટ સંકટમાં છે. યમનના હુતી વિદ્રોહીઓએ અહીં કબજાની જાહેરાત કરી છે. બાબ-અલ-મંદેબ એશિયા અને યુરોપ વચ્ચે જહાજોની અવરજવર માટે એક મહત્વપૂર્ણ માર્ગ છે.

હુતી સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ કહ્યું કે સાઉદી સમર્થિત સેનાઓએ બાબ અલ-મંદેબની વચ્ચે આવેલા પેરિમ દ્વીપ પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. હવે તેમનો 5,400 ચોરસ કિમી વિસ્તાર પર કબજો થઈ ગયો છે.

હુતી પ્રવક્તાએ કહ્યું કે આ સ્ટ્રેટમાંથી સાઉદી અરબને છોડીને, બાકીના બધા દેશોના જહાજોને પસાર થવાની મંજૂરી છે. હુતી વિદ્રોહીઓનું કહેવું છે કે સાઉદી અરબે તેમની આર્થિક નાકાબંધી કરી રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *