સોલાર પેનલમાં સબસીડી મળશે તેમ કહી દુકાનદારે 7 લોકોને છેતર્યા

રાજકોટના ભગવતીપરા મેઈન રોડ, જયપ્રકાશનગર શેરી નં.2માં રહેતા વિનોદભાઈ ખોડાભાઈ સોલંકી(ઉં.વ.58) દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મંથન દિનેશભાઈ સતાસિયાનું નામ આપ્યું હતું. વિનોદભાઈએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેણે કોઠારિયા રોડ સાઈબાબા સર્કલ પાસે આવેલી શ્રીજી ઇલેક્ટ્રિકવાળા મંથન દિનેશભાઈ સતાસિયા સાથે સંપર્ક કેળવી તેઓને સોલાર પેનલ નાખવાનું જણાવતા તેઓ તા.05/02/2025ના રોજ તેના ઘરે આવ્યા હતા અને 3.25 કિલો/વોલ્ટનો સોલાર પેનલ નાખવાની કિંમત રૂ.1.52 લાખ જણાવ્યા હતા. જેમાંથી સરકાર દ્વારા રૂ.78 હજારની સબસીડી મળવાપાત્ર હોય જે પ્રોસેસ તેઓના તરફથી જ હોવાનું જણાવ્યું હતું.

આ ઘટનામાં દીપકભાઈ બારડ, લીલાવતીબેન ધડુક, દિનેશભાઈ વસોયા, અશોકભાઈ રાદડિયા, નારણભાઈ રાઠોડ તેમજ વિશાલભાઈ રાઠોડ સાથે પણ આ જ પ્રકારે સબસીડીનું કહી દિનેશભાઈએ સોલાર પેનલ ફિટ કરાવી દીધી હતી. બાદમાં સબસીડી ન મળતા બધાએ મળી વિશ્વાસઘાત થયાનું જણાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *