રાજકોટ ઘંટેશ્વર 25 વારિયામાં મેલડીમાના મંદિર પાસે રહેતા ઉજાસભાઈ અશોકભાઈ ચૌહાણ નામના યુવકે નજીકમાં જ રહેતા તેના સસરાના ઘરે જઈ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરતા મૃતકે અગાઉ એક વર્ષ પૂર્વે પણ આપયાતનો પ્રયાસ કર્યો હતો. હાલ કયા કારણોસર પગલું ભર્યું તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
અન્ય બનાવ રાજકોટના રૈયાધાર ટાઉનશિપ સરકારી ક્વાર્ટરમાં રહેતાં અને એલએલબીમાં અભ્યાસ કરવાની સાથે-સાથે રિક્ષા ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા અનિલ રવજીભાઇ બેડવા નામના યુવાને રાતે એક વાગ્યે ઘરે ફિનાઇલ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ યુવાનના પિતાએ આક્ષેપ કર્યો છે કે, જેતપુર પંથકની યુવતી જે તેના પતિને મુકીને રાજકોટ આવી છે તેણે મારા દીકરાની રિક્ષામાં મુસાફરી કરતી વખતે ફોન નંબરની આપ-લે કરી બાદમાં તેને ફસાવ્યો હતો. દીકરાને તે પરિણીત હોય તે નહોતું જણાવેલું જેથી બાદમાં યુવતી પરણેલી હોવાની ખબર પડી જતાં તેણે રિલેશન પૂરા કરતાં આ યુવતસ બ્લેકમેઇલ કરી ખોટી ફરિયાદ કરતી હોય કંટાળીને મારો દીકરો ફિનાઇલ પી ગયો હતો.
વધુમાં તેઓએ કહ્યું હતું કે, બંને એકબીજા સાથે મેસેજમાં વાતો કરતાં હોય રિલેશનશિપ થઇ હતી. પણ બાદમાં દોઢ મહિના પહેલા જ મારા દીકરાને મહિલાના મિત્રોએ માર માર્યો હોય જેથી પરિવારના સભ્યોને સમગ્ર બનાવની જાણ થઇ હતી. મારા દીકરાને ખબર પડી હતી કે યુવતી તેની સાથે ખોટું કરી રહી છે. આથી તેણે એકાદ મહિના પહેલા રિલેશન ખતમ કરી દીધા હતાં. આ પછી તે બે લાખ રૂપિયા માંગી મારા દીકરાને હેરાન કરે છે અને યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી મારા દીકરાને હેરાન કરે છે.