સાસરિયાના ત્રાસથી પરિણીતાના ગર્ભમાં જ બાળકનું મોત થયું, પતિએ ચરિત્ર પર શંકા કરી ડીએનએ ટેસ્ટ કરાવ્યો!

રાજકોટ શહેરમાં ઘરેલુ હિંસા અને ત્રાસનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. સાસરિયાના સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી 32 વર્ષીય પરણીતાએ ગર્ભમાં રહેલા બાળકને ગુમાવ્યું હોવાનો આક્ષેપ સાથે પતિ સહિતના સાસરિયા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિએ પત્નીના ચરિત્ર પર શંકા રાખી પિતૃત્વ સાબિત કરવા DNA ટેસ્ટ કરાવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવમાં, ન્યૂ જાગનાથ વિસ્તારમાં રહેતી વિશાખાબેન નીરવભાઈ માઘવાણી(ઉં.વ.32)એ મહિલા પોલીસ મથકમાં સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેના લગ્ન વર્ષ 2025માં નીરવ માઘવાણી સાથે થયા હતા. લગ્નના શરૂઆતના એક મહિના સુધી બધું સામાન્ય રહ્યું, પરંતુ ત્યારબાદ પતિ દ્વારા નાની બાબતોમાં ઝઘડા શરૂ કરવામાં આવ્યા હતા.

પતિ દારૂ પીને ઘરે આવતો અને ગાળાગાળી કરતો હતો. સાથે જ પત્ની પર શંકા કરીને મોબાઈલ વાપરવા અને પિયર પક્ષ સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાંઆવ્યો હતો.

પીડિતાના આક્ષેપ મુજબ, સાસુ ભાવનાબેન દ્વારા વારંવાર મેણા-ટોણા મારવામાં આવતા હતા અને એક પ્રસંગે રસોઈ કરતી વખતે તેમનો હાથ દઝાડવામાં આવ્યો હતો. સાસરિયાઓ દ્વારા પિયરેથી પૈસા લાવવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું. નણંદ દ્વારા ઘરકામ બાબતે સતત ટિપ્પણીઓ કરી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *