સરકાર ગેરંટી વગર આપી રહી છે 90000 રૂપિયાની લોન

તમે તમારો કોઈ નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો, તો પછી સરકાર પાસેથી આર્થિક મદદ લઈ શકો છો. મોદી સરકારની લારી-ગલ્લાવાળાઓ માટે શરૂ કરાયેલી યોજના તમારા કામ આવી શકે છે. અમે વાત કરી રહ્યા છીએ PM સ્વનિધિ યોજનાની, જેમાં 90,000 રૂપિયા સુધીની લોન મળી જાય છે, તે પણ કોઈ ગેરંટી વગર, સાથે જ સરકાર તરફથી ઘણા લાભો સાથે ક્રેડિટ કાર્ડ પણ આપવામાં આવે છે.

75 લાખ લોકોને ફાયદો, 2030 સુધી તક

જૂન 2020માં PM સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી, જેણે કોરોના મહામારી દરમિયાન પોતાનો ધંધો-વેપાર ગુમાવનારા લારી-ગલ્લાવાળાઓને મોટી મદદ કરી. આ યોજના 31 માર્ચ 2030 સુધી ચાલુ રહેશે. ઝડપથી લોકપ્રિય થયેલી આ યોજનામાં લાભાર્થીઓની સંખ્યા 75.5 લાખથી વધુ થઈ ગઈ છે અને 17,800 કરોડ રૂપિયાથી વધુની 1.12 કરોડથી વધુ લોન આપવામાં આવ્યા છે.

તેમાંથી 55 લાખથી વધુ લાભાર્થીઓને ડિજિટલી જોડવામાં આવ્યા છે. સરકારી આંકડા જોઈએ તો, PM સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ડિજિટલ કેશબેક અને વ્યાજ સબસિડીથી લગભગ 800 કરોડ રૂપિયા મળ્યા છે.

મોદી સરકારની આ ગેરંટી ફ્રી લોન સ્કીમ હેઠળ પાત્ર લાભાર્થીને 90 હજાર રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે, પહેલાં આ રકમ 80,000 રૂપિયા હતી, સરકારે 10000 રૂપિયા વધારી દીધા હતા. PM સ્વનિધિ યોજનામાં લોનની રકમ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે, જે લાભાર્થીની ક્રેડિબિલિટીના આધારે આપવામાં આવે છે.

મતલબ સ્પષ્ટ છે કે એક હપ્તો ચૂકવ્યા પછી બીજો અને પછી ત્રીજો હપ્તો મળે છે. અરજી મંજૂર થયા પછી સૌથી પહેલાં 15,000 રૂપિયા, પછી 25,000 રૂપિયા અને છેલ્લા હપ્તા તરીકે 50,000 રૂપિયા આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *