વુમન્સ હોકી ટીમના ગોલકીપર સવિતા પુનિયાએ કહ્યું છે કે ભારત વર્લ્ડ કપ 2026માં પોડિયમ ફિનિશ કરી શકે છે. જિયોહોસ્ટાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ભારત કોઈપણ ટીમને હરાવી શકે છે.
હોકી વર્લ્ડ કપ 15થી 30 ઑગસ્ટ સુધી બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં રમાશે. ભારત પૂલ-Dમાં ચીન, સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ સાથે છે. ટીમ ચીન સામે 16 ઑગસ્ટે ટુર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે.
આ પહેલા વુમન્સ ટીમે નેશન્સ કપ 2025-26માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ટીમે ઓકલેન્ડમાં રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવ્યું હતું. આ પછી ટીમ પાસેથી હોકી વર્લ્ડ કપમાં સારા પ્રદર્શનની અપેક્ષા છે.
સવિતા પૂનિયા સતત ત્રીજો વર્લ્ડ કપ રમશે. આ અંગે તેમણે કહ્યું- કોઈપણ ખેલાડી માટે ઓલિમ્પિક અને વર્લ્ડ કપ સૌથી મોટા મંચ હોય છે. દેશ માટે રમવું દરેક એથ્લેટનું સપનું હોય છે. ત્રીજો વર્લ્ડ કપ રમવો મોટી ઉપલબ્ધિ છે.’
તેમણે કહ્યું- ‘મારી પાસે વધુ અનુભવ છે. મારો પ્રયાસ પ્રેશર સિચ્યુએશનમાં શાંત રહીને ટીમને સંભાળવાનો રહેશે. હું મારું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરીશ.’