દુનિયાની કેટલીક મોટી ટેક કંપનીઓના શેર્સને ટ્રેક કરનાર નાસ્ડેકે એવી યોજના તૈયાર કરી છે જેનાથી દિવસના 24 માંથી 23 કલાક ટ્રેડિંગ થઈ શકશે. સીએનબીસી-ટીવીના રિપોર્ટ અનુસાર નાસ્ડેકની યોજના રાત્રે 9 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી ET (ઈસ્ટર્ન ટાઈમ ઝોન) નવું ઓવરનાઈટ ટ્રેડિંગ સેશન શરૂ કરવાની છે.
જો આ યોજના હેઠળ ટ્રેડિંગ શરૂ થાય છે તો નાસ્ડેક સ્ટોક માર્કેટમાં અઠવાડિયામાં પાંચ દિવસ લગભગ દરરોજ 23 કલાક ટ્રેડિંગ શક્ય બનશે. નવું સેશન હાલમાં 6 ડિસેમ્બર 2026 થી શરૂ થવાની અપેક્ષા છે. જોકે, હજુ આ અમેરિકી બજાર નિયામક SEC (સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન)ની મંજૂરી અને SIP (સિક્યોરિટીઝ ઇન્ફોર્મેશન પ્રોસેસર)ની તૈયારીથી નક્કી થશે.
અમેરિકા બહારના રોકાણકારોની માગ
પ્રસ્તાવિત શેડ્યૂલ હેઠળ ટ્રેડિંગ રવિવારે રાત્રે 9 વાગ્યાથી શુક્રવારે રાત્રે 8 વાગ્યા (ET) સુધી ચાલશે. દરરોજ રાત્રે 8 વાગ્યાથી 9 વાગ્યા (ET) સુધી એક કલાકનો બ્રેક હશે, જેનો ઉપયોગ પ્રોસેસિંગ અને આગામી ટ્રેડિંગ ડેમાં ટ્રાન્ઝિશન માટે કરવામાં આવશે. જ્યારે નાસ્ડેકના હાલના સવારે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા (ET) સુધીના ટ્રેડિંગ કલાકોમાં કોઈ ફેરફાર થશે નહીં. નાસ્ડેકે આ નિર્ણય દુનિયાભરના રોકાણકારો માટે અમેરિકી સ્ટોક્સ સુધી પહોંચ વધારવાના પ્રયાસનો એક ભાગ છે. અમેરિકા બહારના રોકાણકારોની માગ સતત વધી રહી છે.
નવા ઓવરનાઈટ સેશનમાં ટ્રેડિંગ કરવા માટે માર્કેટ પાર્ટિસિપન્ટ્સને ઓર્ડર એન્ટ્રી માટે નવા પોર્ટ્સ લેવા પડશે. જોકે, રેગ્યુલર ટ્રેડિંગ દરમિયાન ઓર્ડર્સના જેટલા પ્રકાર હોય છે, તે બધા રાતના સેશનમાં નહીં હોય જેમ કે માર્કેટ ઓર્ડર્સ અને કેટલાક ઓપનિંગ અને ક્લોઝિંગ ઓર્ડર્સ ઉપલબ્ધ નહીં હોય તો ઓવરનાઈટ સેશનમાં આપવામાં આવેલા જે ઓર્ડર સવારે 4 વાગ્યા (ET) સુધી પૂરા નહીં થાય, તે કેન્સલ કરી દેવામાં આવશે અને આગામી ટ્રેડિંગ સેશન શરૂ થવા પર તેમને ફરીથી દાખલ કરવા પડશે.
નાસ્ડેકની યોજના ઓવરનાઈટ ટ્રેડિંગ માટે સુરક્ષા માટે વધારાના ઉપાયો પણ લાગુ કરવાની છે. જેમ કે સ્ટેટિક પ્રાઈસ બેન્ડ્સ જેના હેઠળ એક નિર્ધારિત લિમિટ બહારના ઓર્ડર્સ રદ કરી દેવામાં આવશે. જોકે, હજુ તેના પર નિયમનકારી મંજૂરી લેવી પડશે. સાથે જ નવા સેશનમાં ટ્રેડિંગ એક્ટિવિટી માટે અલગ માર્કેટ ફીડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત નાસ્ડેક સમગ્ર દિવસ દરમિયાન વધુ માર્કેટ કવરેજ આપવા માટે નાસ્ડેક પ્લસ પ્રોડક્ટ્સ પણ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.