છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર એક લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સ પ્રખ્યાત ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝેએ ઘરના બેઠક રૂમમાં સાદગીથી કરેલા લગ્નને ખોબલેને ખોબલે વધાવી રહ્યા છે. જોકે, વાસ્તવિકતા એ છે કે, સાદગીપૂર્ણ લાગતા આ લગ્ન પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થયો છે. રિપોર્ટ્સ અનુસાર જ્યોર્જિનાએ લગ્નમાં અંદાજે ₹7.18 અબજની રેર જ્વેલરી પહેરી હતી. સાથે જ બંનેના કપડાં પણ ગુચ્ચી બ્રાન્ડના હતા.
વર્લ્ડ ફેમસ પોર્ટુગીઝ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટાઇન-સ્પેનિશ મોડલ જ્યોર્જિયા રોડ્રિગ્ઝે 11 ઓગસ્ટ 2026ના રોજ લગ્ન કર્યાં. છેલ્લા 10 વર્ષથી સાથે રહેતા રોનાલ્ડો અને જ્યોર્જિયાના 4 બાળકો છે. બંનેએ પોતાના 4 બાળકો અને રોનાલ્ડોના દીકરાની હાજરીમાં પોતાના પોર્ટુગીઝ સ્થિત ઘરના લિવિંગ રૂમમાં લગ્ન કર્યાં.