અમેરિકામાં RSS પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. આ માંગ બુધવારે અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પર સલાહ આપતા આયોગ એટલે કે USCIRF દ્વારા કરવામાં આવી છે.
USCIRFના અધિકારીઓએ અમેરિકી સરકારને RSS નેતાઓને રાજદ્વારી સન્માન ન આપવા અને તેમની સાથે ઉચ્ચ સ્તરીય બેઠકો ન કરવા જણાવ્યું છે.
આયોગના ચેરમેન આસિફ મહેમૂદે કહ્યું કે પીએમ મોદી RSSના સભ્ય છે અને RSSના સહયોગી સંગઠનોએ ધાર્મિક લઘુમતીઓ પર હુમલા કર્યા છે.
મહેમૂદનું આ નિવેદન RSS પ્રમુખ મોહન ભાગવતના અમેરિકા પ્રવાસના થોડા દિવસો પહેલા આવ્યું છે.
ભાગવત 29 ઓગસ્ટે ન્યૂયોર્કમાં અમેરિકન હિન્દુઝ ફોર એન્ગેજમેન્ટ એન્ડ ડાયલોગ (AHEAD) દ્વારા આયોજિત ‘યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન્સ’માં ભાગ લેવાના છે.