વાયરસના પ્રકોપ વચ્ચે તંદુરસ્ત, યુવાન સિંહો જોઈને પ્રવસીઓ આનંદમાં, સિંહ પ્રજાતિ પર વાયરસનું સંકટ ઘટ્યું

ગીર જંગલમાં આઠ યુવાન સાવજોનું હરોળબદ્ધ કેટ વોક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સિંહ પ્રજાતિ પર છવાયેલા બેબેસિયા વાયરસના સંકટના વાદળો હળવા થઈ રહ્યા છે, ત્યારે આવા તંદુરસ્ત સાવજોના દ્રશ્યો રાહત આપનારા છે.

સિંહ દર્શન માટે ગીર જંગલમાં ગયેલા પ્રવાસીઓએ ગીરના કેરંભા વિસ્તારથી આગળના જંગલમાં આ અદભૂત દ્રશ્યોને મનભરીને માણ્યા હતા. તેમણે પોતાની યાદગીરી રૂપે આ કેટ વોકને કેમેરામાં કંડાર્યું હતું. આ આઠ પાઠડા સાવજોની મસ્તીભરી ચાલનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

આ આઠ સાવજોનું જૂથ પોતાની નવી ટેરીટરી બનાવવા સક્ષમ બની ગયું હોય તેવી ઉંમરે પહોંચેલું છે. ગીર પંથકમાં સાવજોના આવા કેટ વોકને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દ્રશ્યો સિંહ પ્રેમીઓ સાથે વનવિભાગને પણ રાહત આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *