રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. ટિકિટ ફાળવણીમાં પક્ષપાત અને ‘ટિકિટના સોદા’ થયા હોવાના ગંભીર આક્ષેપો સાથે પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ પ્રમુખ સહિતના અગ્રણીઓએ પક્ષમાંથી રાજીનામાં ધરી દેતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.
પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીનું રાજીનામું વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી તેમજ તેમના પતિ પ્રવીણભાઈ સોરાણીએ 25 વર્ષના સાથ બાદ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે અમે પતિ પત્ની બન્ને 5 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા ચુક્યા છીએ. છેલ્લા છ મહિનાથી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને મારા વિસ્તારના અન્ય આગેવાનો સાથે મારે વાંધા ચાલી રહ્યો છે.
જે લોકો આપમાં ગયા હતા અને તેને પછી ફરી કોંગ્રેસમાં આવ્યા ત્યારથી લઈને અમારે વિવાદ ચાલતો આવે છે. વોર્ડ નંબર 15માંથી આ વખતે મેં ટિકિટની માંગણી કરી હતી મારા પત્ની તબિયત સારી નથી માટે મેં ટિકિટ માંગણી કરી હતી