રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મતગણતરી માટે જાહેરાત કરવામાં આવી છે આ દરમિયાન રાજકોટ શહેરમાં પણ આવતીકાલે અલગ અલગ 6 જગ્યાએ મતગણતરી થવાની છે માટે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેરાનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જેમાં ફરમાવેલ પ્રતિબંધ મુજબ રાજકોટ શહેરમાં રાજકીય પક્ષોના ઉમેદવારોની જીત બાદ વિજય સરઘસ દરમિયાન કોઈ પણ જગ્યાએ ફટાકડા ફોડી શકાશે નહિ. વિજય સરઘસ દરમિયાન કોઈ ફટાકડા ફોડશે તો તેમના વિરુધ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટના રેલનગર વિસ્તારમાં લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપમાં રહેતા તેજસ જીતેન્‍દ્રભાઇ જેઠવા (ઉ.વ.35) નામના યુવાને રવિવારે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે એ પહેલા તેનું મોત નીપજ્યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં પ્રદ્યુમનનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરનાર તેજસભાઇ દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હતાં છેલ્લા કેટલાક સમયથી કામધંધો ચાલતો ન હોઇ આર્થિક સંકડામણ હોવાથી પગલુ ભરી લીધુ હતું.

નોકરી-ધંધો કરવાનું કહીં ઠપકો આપતાં યુવકે ફિનાઈલ પીધું અક્ષય જયદેવભાઈ શીલુ (ઉં.વ.26) આજે બપોરે 12 વાગ્યા આસપાસ પોતે ભરાડ સ્કૂલ ત્રંબા પાસે હતો ત્યારે ફિનાઈલ પી જતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અક્ષય અગાઉ રંગોળા ખાતે સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેણે નોકરી કરવાનું મૂકી દીધું હતું જેથી ઘરે તેમના પિતા અને અન્ય પરિવારજનો નોકરી કરવા માટે કહેતા હતા જેનું માઠું લાગી આવતા તેને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આજીડેમ પોલીસે અક્ષયનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *