અમિત ખૂંટ આત્મહત્યા કેસ, મનીષ ખૂંટની અરજી હાઇકોર્ટે નકારી

રાજકોટ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં બે વકીલ પણ આરોપી છે. જેમને રાજકોટની કોર્ટે જામીન આપતા અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે તેમના જામીન રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આજે કોર્ટે ચુકાદો જાહેર કરતા મનીષ ખૂંટની અરજી નકારી નાખી છે.

7 દિવસમાં આરોપી વકીલને જામીન મળી ગયા હતા અરજદાર વતી આરોપી વકીલ સંજય પંડિતના જામીન કેન્સલ કરવા રજુઆત કરાઈ હતી કે તેને 7મેના રોજ એરેસ્ટ કરાયો હતો અને માત્ર તેના 7 દિવસમાં તેને જામીન મળી ગયા હતા. તેની ઉપર અગાઉ 6 પૂર્વ ગુના નોંધાયેલા છે. જેમાંથી કેટલાક ગંભીર ગુના છે. મૃતક સામે અમિત ખૂંટ સામે આરોપીએ કાવતરાના ભાગરૂપ સગીરાને સાથે રાખી દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ખોટી ફરિયાદ નોંધાવી હતી. જેથી અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી હતી.

વકીલ સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ડિસિપ્લિનરી એકશન અરજી પેન્ડિંગ આરોપી વકીલ સંજય પંડિત સામે આજીવન કારાવાસથી લઈને 10 વર્ષ સુધીની સજા થઈ શકે તેવા પૂર્વ ગુના છે. તેની સનદ બે વખત સસ્પેન્ડ કરાઈ હતી. આરોપી વકીલ સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ડિસિપ્લિનરી એકશન અરજી પેન્ડિંગ છે. શક્યતા છે કે આરોપી મહત્વની સાક્ષી એવી સગીરાને ડરાવી ધમકાવી શકે છે. આરોપી પોતે વકીલ હોવા છત્તા તેને કાયદા માટે સન્માન નથી. આરોપી સંજય પંડિતના વકીલે દલીલ કરી હતી કે અરજદારના વકીલે રજૂ કરેલી તમામ બાબતો ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ પછી જ સંજય પંડિતને જામીન મળ્યા છે. તેને જામીન શરતોનો કોઈ ભંગ કર્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *