રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે રીક્ષા ગેંગના ચાર શખ્સોને ઝડપી પાડ્યા

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રીક્ષા ગેંગના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી રોહિત કોઈડિયા, વિપુલ ડોડા, આકાશ સોલંકી, અને પ્રકાશ ઉર્ફે બકુલ સોલંકીની ધરપકડ કરી રીક્ષા અને રોકડ 40,000 મળી કુલ રૂ.1.40 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ પુછપરછમાં આરોપીઓએ છેલ્લા બે મહિનામાં રિક્ષામાં મુસાફરોને બેસાડી 17 ગુનાને અંજામ આપી કુલ 65,000થી વધુ રકમ સેરવી લીધી હોવાની કબૂલાત આપી છે.

પોલીસ તપાસમાં પકડાયેલ આરોપીઓ પૈકી રોહિત કોઈડિયા વિરુધ્ધ ચાર ગુના, વિપુલ ડોડા વિરુધ્ધ બે ગુના, આકાશ સોલંકી વિરુધ્ધ ચાર ગુના, અને પ્રકાશ ઉર્ફે બકુલ સોલંકી વિરુધ્ધ 5 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે પકડાયેલ રીક્ષાગેંગ દ્વારા ગત 12.07.2026ના રોજ સાંજના 6 વાગ્યા આસપાસ 26 વર્ષીય યુવક ભૌતિક ગઢીયાને રિક્ષામાં બેસાડી રૂપિયા 50,000 નજર ચૂકવી સેરવી લીધા હતા જે ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

પીસીબીની ટીમે છકડો રિક્ષામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો રાજકોટ પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી જેના આધારે ગોંડલ ચોકડી પાસે આવેલા કિઆના શો રૂમ નજીક રોડ પરથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક છકડો રીક્ષાને રોકી તપાસ કરતા રિક્ષામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે છકડો રિક્ષામાંથી દારૂના જથ્થા સાથે બે સગા ભાઈઓ વસંત અને વિજય મનોજભાઇ માંગરોલીયાને પકડી 1.60 લાખના દારૂ અને છકડો રિક્ષા મળી કુલ 2 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પૂર્વ પ્રેમીનો મહિલા અને તેના મંગેતર પર છરી વડે હુમલો રાજકોટ દેવપરા શાકમાર્કેટમાં સરકારી શાળા નં. 63ની દીવાલ પાસે હિંસક હુમલાની ઘટના બની છે. જેમાં પૂર્વ પ્રેમીએ મહિલા અને તેના મંગેતર ઉપર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં મહિલા બચાવવા વચ્ચે પડતા હાથમાં 3 ટાંકા આવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ 1.5 વર્ષ પહેલા એક મહિલાને જંગલેશ્વર નં. 34 માં રહેતા અફાન ઉર્ફે ગફાર જાહીદભાઈ પરમાર સાથે પ્રેમ સંબંધ હતો. મહિલાની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા જ તેણે આરોપી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું અને તેનો નંબર બ્લોક કરી દીધો હતો. આ વાતનું મનદુઃખ રાખી આરોપી અફાને ગત 12 સપ્ટેમ્બરે 2026 ના રોજ રાત્રે 8:15 થી 8:30ની વચ્ચે મહિલા સહિત તેના મંગેતરને વાતચીત કરવા માટે બોલાવ્યા હતા.

નંબર કેમ બ્લોક કર્યો તેમ કહી આરોપી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી વડે મહિલાના મંગેતર ઉપર હુમલો કરવા દોડ્યો હતો. મંગેતરને બચાવા માટે મહિલા વચ્ચે પડતા તેના ડાબા હાથના પંજાના ભાગે છરી વાગી ગઈ હતી, જેના કારણે તેમને 3 ટાંકા આવ્યા હતા. આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *