લિવ ઈનમાં રહેતી પ્રેમિકાના વિયોગમાં પ્રેમીનો આપઘાત

રાજકોટમાં લિવ ઈનમાં રહેતી પ્રેમિકાના વિયોગમાં પ્રેમીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે તો અન્ય બનાવવામાં કેન્સરની બીમારીથી કંટાળી આધેડે ઘઉંમાં નાખવાના ટીકળા પી જતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જ્યારે દુષ્કર્મના ગુનામાં ફરાર કેદી ઝડપાયો છે.

પિતાના આપઘાતથી પુત્ર નોંધારો બન્યો
રાજકોટના કુવાડવા રોડ ઉપર નાગલપર ગામે નવીનનગરમાં રહેતા 46 વર્ષીય અમિતગીરી હસમુખગીરી ગોસ્વામીએ આજે 28 ઓક્ટોબરના બપોરે 2:00 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

કુવાડવા રોડ પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, અમિતગીરી રીક્ષા ડ્રાઇવિંગ કરતા હતા અને એક વર્ષ પહેલા પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા હતા અને પુત્ર પોતાની પાસે રાખ્યો હતો. આ દરમિયાન અમિતગીરી અન્ય એક મહિલા સાથે લિવ ઈનમાં રહેતો હતો. જોકે તે મહિલા છેલ્લા ત્રણ મહિનાથી અમિતગીરીને છોડીને ચાલી ગઈ હતી. જેના વિયોગમાં તેને આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ ઘટનાથી તેનો પુત્ર નોંધારો બન્યો છે.

કેન્સરની બીમારીથી કંટાળી આધેડે આપઘાત કરતા પુત્ર-પુત્રીએ છત્રછાયા ગુમાવી
કુવાડવા ગામે રહેતા 52 વર્ષીય જગદીશભાઈ રઘુભાઈ દુધરેજીયા આજે 28 ઓક્ટોબરના સવારે 5.50 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ઘઉમાં નાખવાના ટીકડા ખાઈ જતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે આ દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કુવાડવા રોડ પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આધેડ છેલ્લા એક વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તેનાથી કંટાળીને આપઘાતનું અંતિમ પગલું તેમને ભર્યું હતું. જોકે આધેડે આપઘાત કરતા તેમના પુત્ર અને પુત્રી બંનેએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *