₹4000 કરોડના બજેટમાં બનેલી રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’ના પહેલા ભાગ ‘રામાયણઃ રાઇઝ ઓફ અ લેજન્ડ’નું ભારતમાં રિલીઝ પહેલાં અમેરિકાના લોસ એન્ડલસમાં વર્લ્ડ પ્રીમિયર યોજાયું. 27 ઓક્ટોબરે યોજાયેલા પ્રીમિયર બાદ ફિલ્મ અંગે મિશ્ર પ્રતિસાદો આવી રહ્યા છે. કેટલાક દર્શકો નિતિશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મને અદ્ભુત સિનેમેટિક અનુભવ ગણાવ્યો છે, તો કેટલાક દર્શકોનું માનવું છે કે વાર્તામાં એ ઊંડાણ નથી.
નમિત મલ્હોત્રાના પ્રોડક્શનમાં બનેલી અને નિતિશ તિવારીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘રામાયણઃ રાઇઝ ઓફ અ લેજન્ડ’માં રણબીર કપૂર ભગવાન રામ, સાઇ પલ્લવી માતા સીતા અને યશ રાવણના પાત્ર ભજવી રહ્યા છે.
પત્રકાર રામાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર ફિલ્મ અંગે વિસ્તૃત રિવ્યૂ આપ્યો છે. તેમણે લખ્યું, ‘રામાયણઃ રાઇઝ ઓફ અ લેજન્ડ’ અદ્ભુત હતી! તેના વિઝ્યુઅલ્સ, ડાન્સ, મ્યુઝિક અને એક્શન, બધું જ ભવ્ય હતું. રણબીર કપૂર શ્રેષ્ઠ હતા અને યશ આકર્ષક હતા. આ વર્ષના સૌથી આકર્ષક સિનેમેટિક અનુભવોમાંથી એક. એક ગ્રાન્ડ સ્પેક્ટકલ!’
રામાએ ફિલ્મના પોસ્ટ-ક્રેડિટ સીન વિશે વાત કરતા તેમણે દાવો કર્યો કે તે હનુમાનજી (સની દેઓલ)ના પાત્રની ઝલક આપે છે. રામાએ લખ્યું, ‘હા, રામાયણઃ રાઇઝ ઓફ અ લેજન્ડમાં પોસ્ટ-ક્રેડિટ સીન છે. અને તે સીન એ આઇકોનિક કેરેક્ટરની ટીઝ આપે છે, જેની તમે બધા રાહ જોઈ રહ્યા હતા. તમે જાણો છો કે હું કોની વાત કરી રહ્યો છું. 2028માં આવનારા સિક્વલની રાહ નથી જોઈ શકતો.’