રાજકોટના 10 હજાર તરવૈયાઓના ધૂબાકા 21મી સુધી બંધ

રાજકોટમાં વસ્તી ગણતરીની કામગીરીના કારણે મહાનગરપાલિકા સંચાલિત 4 સ્વિમિંગ પૂલ 18થી 20 મે એમ ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દર ગુરૂવારે સ્વિમિંગ પૂલ બંધ રહેતો હોવાથી 21 મીએ પણ રજા રહેશે. જેને લીધે કાળઝાળ ગરમીમાં 10 હજાર તરવૈયા પાણીમાં ધૂબાકા નહીં મારી શકે. એક માત્ર મહિલાઓ માટેનો જીજાબાઇ સ્વિમિંગ પૂલ કાર્યરત રાખવામાં આવ્યો છે.

હાલ બાળકોને વેકેશન છે અને વૃધ્ધો માટે સ્વિમિંગ એ સરળ એક્સરસાઇઝ ગુજરાતી હોય છે, ત્યારે ઉનાળામાં સ્વિમિંગ પૂલ બંધ રાખવાના નિર્ણય સામે તરવૈયાઓમાં રોસ ફેલાયો છે અને તેથી આ અંગેની રજૂઆત મ્યુનિસિપલ કમિશનર સમક્ષ કરવામાં આવેલી છે. હાલ તો માત્ર ત્રણ દિવસ જ સ્વિમિંગ પૂલ બંધ રહેવાનું છે પરંતુ જો વસ્તી ગણતરીની કામગીરી એક મહિના માટે સ્વિમિંગ પૂલના કર્મચારીઓને સોંપવામાં આવે તો મોટી મુશ્કેલી ઊભી થશે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે.

રાજકોટ મનપાના સ્વિમિંગ પૂલના મેનેજર હિતેશ ભાસોટીયાના જણાવ્યા પ્રમાણે જનગણનાને લઈને થનારી મિટિંગને કારણે 18 થી 20 મે મનપાના 5માંથી 4 સ્વિમિંગ પૂલ બંધ રાખવા માટેનો નિર્ણય લેવાયો છે. જ્યારે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતા હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે, ગઈકાલે અમે કાલાવડ રોડ સ્વિમિંગ પુલમાં તરવા ગયા હતા તો ત્યાં નોટિસ બોર્ડ ઉપર મારેલું હતું કે જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્ટાફને મીટીંગ હોવાથી સ્વિમિંગ પૂલ 18,19 અને 20 મે એમ ત્રણ દિવસ બંધ રહેશે. અમારું કહેવું એવું છે કે જો તેઓ મિટિંગમાં જાય તો જનગણનાનો ઓર્ડર પણ આવે. જે કાર્યક્રમ કેટલો વરસાદ ચાલે તે તો સરકાર જ જાણે. જેથી અમારી રજૂઆત એવી છે કે અત્યારે ઉનાળામાં સ્વિમિંગ પૂલની ખૂબ જ જરૂરિયાત છે અને આ સ્વિમિંગ પૂલ સવારે 6.30થી સાંજે 7.30 વાગ્યા સુધી કાર્યરત હોય છે. જેમાં રાજકોટ શહેરના 3000 થી વધુ લોકો લાભ લેતા હોય છે. બાળકો, સ્ત્રીઓ અને વૃધ્ધો સહિતના બધા જ હોય છે. હેલ્થ રીલેટેડ વાત કરીએ તો સ્વિમિંગ ખૂબ જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *