રામ મંદિર દાન ચોરી અંગે શંકરાચાર્યંએ કહ્યું-‘મંદિરોમાં સરકારનો હસ્તક્ષેપ પરંતુ અન્ય ધર્મસ્થાનોમાં નથી, એ તો ભેદભાવ’

રાજકોટના કુવાડવા ગામમાં ગુરુદત મઠના ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દ્વારકા શારદાપીઠના શારદાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ રામમંદિરમાં દાન ચોરી અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રામમંદિરોમાં દાન ચોરી કરનારાઓને અવશ્ય દંડ થવો જોઈએ. લોકોએ પોતાની કમાણી જ્યાં અર્પણ કરી ત્યાં ચોરી થાય એટલે ખૂબ જ દુઃખ થાય. મંદિર પરંપરા એ સરકારી અધિકારીઓથી નહીં પરંતુ સંતોથી ચાલે છે. માત્ર સનાતન હિન્દુ ધર્મના મંદિરો પર જ સરકારનો હસ્તક્ષેપ છે. નામ હિન્દુસ્તાન છે અને અહીં હિન્દુઓનું જ અપમાન થઈ રહ્યું છે.

ગુરુદત મઠનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારકાની શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકર્યાચાર્ય સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, ભગવાન દત્તાત્રેયની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ છે. અહીંના અધ્યક્ષ સ્વામી બ્રહ્મદેવજી દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અમારા દ્વારકા શારદા પીઠના સદગુરુદેવ ભગવાન દ્વારા આ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. તે વખતે તેમને વચન લીધું હતું કે પ્રતિષ્ઠામાં આપને આવવાનું છે તો આજે અહીં આવવાનું થયું છે. અહીં ખૂબ જ સુંદર મંદિર અને ખૂબ જ સુંદર મૂર્તિ છે.

રામ મંદિરમાં થયેલી ચોરી અંગે પૂછવામાં આવતા સ્વામી સદાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે, જેમણે અપરાધ કર્યો છે તેમને અવશ્ય દંડ થવો જોઈએ. જ્યાં જ્યાં તમે વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર કરશો, ત્યાં ત્યાં અવ્યવસ્થા થશે. યોગ્ય વ્યક્તિઓને જ કાર્ય સોંપવું જોઈએ. મંદિરનું કામ એ સાધુ-મહાત્માઓ અને સંતોનું કામ છે. મંદિર પરંપરાએ સંતોથી ચાલે છે અધિકારીઓથી નથી ચાલતી. સરકારી અધિકારીઓથી મંદિર પરંપરા ચાલતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *