વીંછિયાના અમરાપુર નજીક સાંજના સુમારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રક અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
અથડામણ એટલી જોરદાર હતી કે ટક્કર બાદ ટ્રક રોડ પર જ પલટી મારી ગયો હતો અને ઇકો કાર પર ખાબક્યો હતો. આ દુર્ઘટનામાં ઇકો કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો.
આ અકસ્માતને પગલે ચીસાચીસ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ 108 ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઇકો કારમાં સવાર મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી, તેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના પગલે હાઇવે પર થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.