રાજકોટના સોની વેપારીને પેઢીના કેશિયરે જ ચૂનો લગાડ્યો

રાજકોટમાં વધુ એક સોની વેપારી સાથે ઉચાપતની ઘટના સામે આવી છે. આ વખતે ઉચાપતની ઘટનામાં અન્ય કોઈ નહિ પરંતુ જવેલર્સ શોરૂમમાં કેશિયર તરીકે ફરજ બજાવતા શખ્સે જ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. કેશિયર દ્વારા ગ્રાહકને ખોટી અલગ અલગ સ્કીમ બતાવી રૂપિયા પડાવ્યા હોવાનું અને જવેલર્સના નામના ખોટા વાઉચર બનાવ્યા હતા જે મળી કુલ 1.99 કરોડની છેતરપિંડી આચરી હોવાની જાણ થતા શોરૂમના માલિકે કેશિયર સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કેશિયર હિતેશ પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિતેશ પરમાર સામે છેતરપિંડી ફરિયાદ નોંધાઈ રાજકોટ શહેરના નાના મવા મેઈન રોડ પર સાકેત પાર્કમાં રહેતાં અને મવડી રોડ ઉપર, નાના મૌવા રોડ ઉપર તથા જામનગરમાં અર્જુન જવેલર્સ નામે સોના ચાંદીના દાગીનાનો શો રૂમ ધરાવતા મનીષભાઇ નથુભાઇ ઘાડીયા (ઉ.વ.40)એ મૂળ આણંદ જિલ્લાના બોરસદના વતની અને હાલ બાલાજી હોલ, 150 ફૂટ રિંગરોડ, વલ્લભ વિદ્યાનગર સોસાયટી શેરી નં.3માં રહેતા અને નાનામવા રોડ ઉપર આવેલી તેમની બ્રાન્ચમાં કેશિયર તરીકે નોકરી કરતા હિતેષ શૈલેષ પરમાર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, નાના મૌવા રોડ ઉપર આવેલા તેઓના અર્જુન જવેલર્સ શો રૂમમાં હિતેષ પરમારને ગઈ તા.12.08.2022થી કેશીયર તરીકે નોકરી ઉપર રાખ્યો હતો. તે શો રૂમમાં ત્રણ વર્ષથી વધારે સમય સુધી નોકરી પર ચાલુ રહેતા શો રૂમના નિયમ મુજબ અનુભવના આધારે કેશીયરના હેડ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગઈ તા.26.12.2024થી હિતેષ પરમારને મવડી રોડ ઉપર આવેલ અર્જુન જવેલર્સમાં કેશીયર હેડ તરીકે બદલી કરી હતી. કંપનીના મોબાઇલમાંથી ડાયરેક્ટ કસ્ટમરોનો સંપર્ક કરી તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. તા.17.07.2025ના રોજ જામનગરમાં આવેલ અર્જુન જવેલર્સમાં હિતેષ પરમારને ડેપ્યુટેશન પર ત્યાં કેશીયર તરીકે રાખી સંપુર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી અને રાજકોટથી તા.05.08.2025થી નોકરીમાંથી છુટા કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *