ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે આવેલ શ્રી કેસરબાઈ ચાંગેલા કન્યા વિદ્યાલય ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ધોરણ-9માં પ્રવેશ મેળવનાર કન્યાઓને પાઠ્યપુસ્તકોનું વિતરણ કરીને શાળામાં વિધિવત્ પ્રવેશ અપાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે દીકરીઓને નિયમિત અભ્યાસ કરવા, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી જીવનમાં સફળતા હાંસલ કરવા તેમજ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ, ગ્રામજનો તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવી પ્રવેશિત વિદ્યાર્થિનીઓને શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.