રાજકોટમાં વધુ એક વખત મિત્ર ઉપર ભરોસો કરવો મિત્રને ભારે પડ્યો છે. શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેપારીને તેના જ અન્ય બે મિત્રોએ નડિયાદમાં 10 કરોડની લોચાવાળી જમીન 6.50 કરોડમાં મળશે. આ જમીન માટે એડવાન્સ 2 કરોડ આપવાના છે જેમાં 1.60 કરોડ રોકશો તો 70% ભાગ તમારો રહેશે કહી રૂપિયા પડાવ્યા હતા. આ સમયે મિત્રના પિતાએ પૈસા માટે જવાબદારી લીધી હતી અને કોઈ ચિંતા ન કરવવા આશ્વાશન આપ્યું હતું. જો કે સમય વીતવા છતાં રૂપિયા પરત ન આપી બન્ને મિત્રોએ ધમકીઓ આપતા વેપારીએ કાયદેસરની કાર્યવાહી કરવા કહેતા એક મિત્રએ પોતાના ભાગના 80 લાખ પરત કરી દીધા હતા જયારે બીજા મિત્ર અને તેના પિતાએ રૂપિયા પરત ન કરી મારી નાખવા ધમકી આપતા હાલ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચાર વર્ષ પહેલા ફરિયાદીનો આરોપી સાથે સંપર્ક થયો’તો ફરિયાદી રમેશભાઈ બઘાભાઈ મોરીએ જણાવ્યું હતું કે, આજથી ચાર વર્ષ પહેલા નડીયાદ-ખેડા ખાતે રહેતા અને ભરતીનો ખોદકામનો કામકાજ કરતા મીત્ર દર્શનભાઈ રબારીએ મને કહ્યું હતું કે મારી પાસે ભરતી ખોદકામનો કોન્ટ્રાક્ટ છે તમે તમારા જેસીબી તથા હીટાચી મશીન લઈ ખેદકામ કરવુ હોય તો આવી જાવ અહી ધંધો સારો ચાલે તેમ છે. જેથી હુ મારા હીટાચી જેસીબી લઇ ખેડા ગયો હતો ત્યા દર્શનભાઇ સાથે માટીકામ કોન્ટ્રાકટ મળતા માટીકામ કરતો હતો ત્યાં કામ કાજ દરમ્યાન મને હર્ષકુમાર રણછોડભાઈ રબારી તેમજ દીપસિંહ પુનમભાઈ સીસોદીયા સાથે પરીચય થયો હતો.
દીપસીંહના પિતા પુનમીંહ ઘણીવાર મારી સાઇડ ઉપર બેસવા આવતા હતા તે પણ મારા સારા વડીલ મીત્ર બની ગયા હતા બાદ મારો કોન્ટ્રાક્ટ પુરો થતા હું રાજકોટ પરત આવી ગયો હતો. દરમિયાન હુ આ બન્ને સાથે સતત સંપર્કમાં હતો. આજથી 7 માસ પહેલા હર્ષકુમાર રબારી તેમજ દીપસિંહ સિસોદીયાનો ફોન આવ્યો અને હર્ષકુમારે મને કહ્યું કે દીપસીંહ પાસે નડીયાદમાં એક લોચાવાળી ત્રણ એકર જેટલી સારી જમીન છે જમીનની કીમત 10 કરોડ છે પરંતુ ખેડુતને પૈસાની જરૂર હોય આપણને સાડા 6 કરોડમા મળી જશે અને 50 લાખ જેવો જમીન ક્લીયર કરાવવાનો ખર્ચ થશે.
જયારે દીપસીંહે કહ્યું હતું કે હુ જમીન કલીયર કરાવી આપીશ હાલ આપણે રૂપીયા 2 કરોડ એડવાન્સ ટોકન પેટે રોકવા પડશે અને બાકીના 4.50 કરોડ ક્લીયર થયા પછી આપવાના રહેશે. દીપસીંહ અને હર્ષ પાસે 40 લાખ રૂપીયાની વ્યવસ્થા છે અને 1.60 કરોડની જરૂર છે જો તમો રોકશો તો નફામા તમારા 70 ટકા અને અમારા 30 ટકા રહેશે. બે ત્રણ દીવસ બાદ ફોન કરી મારી પાસે આ જમીન માટે રોકાણ કરવા માટે 1.60 કરોડની સગવડતા છે તો તમો રાજકોટ આવી પૈસા લઇ જાવ. જેમાં મે પોરબંદર ખાતે આવેલ મુથુટ ફાઇનાનસમાથી આશરે 40 લાખ જેવી ગોલ્ડ લોન લીધી હતી અને બાકીના 1.20 કરોડ મારા મિત્રો પાસેથી લીધા હતા.