ખાંડના ભાવ વધતા હવે ચાની ચુસકી મોંઘી પડશે

દૂધ, ગેસ અને હવે ખાંડના ભાવમાં થયેલા તોતિંગ વધારાના કારણે ચાની ચુસકી મોંઘી થવાની તૈયારી છે. ખાંડના ભાવમાં એક મહિનામાં જ 20 થી 25 રૂપિયાનો વધારો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં કટિંગ ચાના ભાવમાં રૂ. 2 થી 5ના વધારાની તૈયારી કરવામાં આવી છે.

અમદાવાદમાં ચાની કીટલી ચલાવતા ચાની દુકાન ચલાવનાર ગુલાબસિંહે જણાવ્યું કે,ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયાનો વધારો થતા 70 થયો છે. જેના કારણે અમે હાલ જે 15 રૂપિયાની અડધી ચા વેચીએ છીએ તે પોસાય તેમ નથી. અડધી ચાના રૂપિયા 18 થી 20 કરવા પડશે. અન્ય ટી સ્ટોલના સંચાલકે કહ્યું કે, પહેલા 50 કિલો ખાંડની બોરી 2200 રૂપિયાની આવતી. જે હવે 3650 રૂપિયાની મળી રહી છે. ખાંડ ઉપરાંત માણસોના પગાર, ગેસ, ભાડામાં વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *