રજપૂતપરામાં હોટેલ સંચાલક પર છરી વડે હુમલો

નાનામવા રોડ પર રાધાનગરમાં રાધાનગરમાં રહેતા કાળુભાઇ વિરજીભાઇ પાનસુરિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે દિનેશ મુછડિયા અને રમેશ બોરીચાના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રજપૂતપરામાં મારી હોટેલેથી ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મંદિરે જવાનું હોય પાર્ક કરેલ કારમાં બેસતા પાછળથી ધસી આવેલા દિનેશએ પાઇપના ઘા ઝીંકી કારના કાચ ફોડી નાખ્યા હતા અને બહાર નીકળવાનું કહ્યું હતું. ત્યાર બાદ રમેશે છરી વડે હુમલો કરતા લોકો એકઠા થઇ જતા બન્ને નાસી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

એ-ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ગઢવી સહિતે તપાસ કરતા 10 વર્ષ પહેલાં કાળુભાઇના ભાગીદાર પ્રફુલભાઇ ગૌસ્વામી પાસે હિસાબના 35 લાખ લેણા નીકળતા હોય અને અવારનવાર ઉઘરાણી કરતા હોય જેથી પ્રફુલભાઇએ દિનેશ અને રમેશને રૂપિયા આપી દેવા વાત કરતા ખાર રાખી હુમલો કર્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *