રક્ષાબંધન-જન્માષ્ટમીમાં રાજકોટ એસટી વિભાગની 66 એક્સ્ટ્રા બસ દોડશે

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખી રાજકોટ એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી વધારાની 66 બસ દોડાવવામાં આવશે. હાલ રાજકોટ એસટી વિભાગ દ્વારા 485 બસનું સંચાલન કરવામાં આવે છે.

રાજકોટ એસટીના વિભાગીય નિયામક મનીષ રાજે જણાવ્યું હતું કે, તહેવારો દરમિયાન રાજકોટ એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવનાર છે. જેમાં રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમદાવાદ, સુરત, ભાવનગર, ભુજ અને દાહોદ સહિતના સ્થળોએ બસો દોડાવવામાં આવશે અને જે રૂટ ઉપર ટ્રાફિક વધારે હશે ત્યાં વધારાની બસો પણ ફાળવવામાં આવનાર છે. રક્ષાબંધનના તહેવાર દરમિયાન 26થી 30 ઓગસ્ટ તો જન્માષ્ટમીમાં 2થી 7 સપ્ટેમ્બર દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં રાજકોટ ડેપોમાં 17, ગોંડલમાં 10 અને જસદણ ડેપમાં 5 એક્સ્ટ્રા બસો દોડશે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં મોરબી ડેપોમાં 10 અને વાંકાનેરમાં 5 બસ મૂકવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરમાં 10, ધ્રાંગધ્રમાં 5 તો ચોટીલામાં 3 એક્સ્ટ્રા બસ લોકોની સુવિધા માટે મૂકવામાં આવી છે. ભાવનગર, સુરત, જામનગર, ભુજ, સુરત અને દાહોદ સહિતના રૂટ પર વધારાની બસની ફાળવણી કરવામાં આવી છે. તહેવારો દરમિયાન એસટી વિભાગમાં મુસાફરોની ભારે ભીડ રહેતી હોય છે ત્યારે એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવશે. જેથી મુસાફરો એસટી બસની સલામત સવારી ન લાભ લઈ શકે અને ખાનગી બસમાં ઊંચું ભાડું ન આપવું પડે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *