યમન નજીક ભારતીય જહાજ પર હૂતી વિદ્રોહીઓનો હુમલો

યમન નજીક લાલ સાગરમાં ભારતીય ધ્વજવાળા વેપારી જહાજ પર હુમલો થયો છે. આ હુમલો હુતી વિદ્રોહીઓએ કર્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, વિસ્ફોટકોથી ભરેલી એક આત્મઘાતી બોટ જહાજ સાથે અથડાઈ. ત્યારબાદ જહાજ ડૂબી ગયું. જોકે, તેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

ભારતના વિદેશ મંત્રાલયે ‘MSV ફૈઝ-એ-નૂર-એ-ઔલિયા’ જહાજ પર થયેલા હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે રિયાદમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને ક્રૂની સુરક્ષા માટે યમનના અધિકારીઓ સાથે સહયોગ કરી રહ્યું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત વાટાઘાટોની તારીખ અને સ્થળ હજુ નક્કી થયું નથી. અહેવાલો અનુસાર, પાકિસ્તાન અને કતાર સંભવિત યજમાન દેશો તરીકે ચર્ચા હેઠળ છે, અને બંને દેશો મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *